Admission Information
Registration Information
વર્ષ ૨૦૨૪-૨૫ માં એડમિશન માટે ગુજરાત સરકાર દ્વારા કોમન પોર્ટલ GCAS ની રચના કરવામાં આવેલ છે. https://gcas.gujgov.edu.in પોર્ટલ પર દરેક વિદ્યાર્થીએ તા. ૦૧.૦૪.૨૦૨૪ થી રજીસ્ટ્રેશન કરાવી બેઝીક માહિતી (Profile) ભરી જે અભ્યાસ કરવો હોય અને જે કોલેજમાં એડમિશન મેળવવું હોય તે પસંદગી ઓનલાઈન કરવાની રહેશે.ત્યારબાદ ધોરણ-૧૨ ના પરિણામ પછી બે અઠવાડિયામાં પોર્ટલ પર શૈક્ષણિક માહિતીભરી ઓનલાઈન ફી ભરવાની રહેશે. ત્યારબાદ પોર્ટલ ઉપર મુકેલ હેલ્પ સેન્ટરની યાદી મુજબ પરિણામ બાદ ત્રણ અઠવાડિયામાં તમામ ઓરીજીનલડોક્યુમેન્ટ્સનું વેરીફીકેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ મેરીટ લીસ્ટ જાહેર થશે અને યાદી મુજબની કોલેજમાં તેમને પ્રવેશ મેળવવાનો રહેશે. આ પ્રક્રિયાને પૂર્ણ કરવા નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો અથવા નીચે જણાવેલા એડ્રસ પર રૂબરૂસવારે ૮:૦૦ થી સાંજે ૪:૦૦ સુધી સંપર્ક કરી શકો છો.